દમણ શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન
Live TV
-
સંઘપ્રદેશ દમણ - દીવના શિક્ષણ વિભાગ દ્વારા પરીયારીની ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દમણ જિલ્લાની દરેક શાળાના ધોરણ 6 થી 11 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર સુસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. જેમાં દમણ જિલ્લાની શાળાઓ દ્વારા લગભગ 78 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી ,જેમાં વિજ્ઞાન ઉપર આધારિત અને અન્ય કૃતિઓ જેવી કે વિન્ડ મિલ , ઈલેકટ્રીક સાયકલ, ઇન્સ્પાયરિંગ મોડેલ પણ સામેલ છે.
એની સાથે ક્વિઝ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી તેમને અગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની પણ તક મળશે.