2020નું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ દેખાશે, નરી આંખે જોઈ શકાશે નહીં
Live TV
-
10 જાન્યુઆરીએ પ્રચ્છાયા ચંદ્રગ્રહણ થશે. જો કે આ વખતે ચંદ્રગ્રહણને આંખોથી જોઈ શકાશે નહીં.
આ ગ્રહણમાં ચંદ્ર આછો દેખાશે. 26 ડિસેમ્બર 2019ના રોજ છેલ્લું સૂર્યગ્રહણ દેખાયું હતું અને હવે 10 જાન્યુઆરીએ 2020ના નવા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળશે.
નવા વર્ષમાં કુલ ચાર ચંદ્રગ્રહણ થશે અને 2 સૂર્યગ્રહણ થશે. પોષ સુદ પૂનમના દિવસે આ ગ્રહણ થશે. રાત્રે 10 વાગીને 38 મિનિટથી આ ચંદ્રગ્રહણ શરૂ થશે. આ ગ્રહણ કુલ ચાર કલાક 6 મિનિટ સુધી ચાલશે.