સુરત ના યુવકે હિરા પર કંડારી છે અનોખી આકૃતિ
Live TV
-
સુરત માં રહેતા આકાશ સલીયા નામના યુવકે વર્ષ 1998 માં તેમના નજીકના સંબંધી પાસેથી ત્રણ કેરેટ નો હિરો ખરીદ્યો હતો
-
સુરત ના યુવકે હિરા પર કંડારી છે અનોખી આકૃતિ. સુરત માં રહેતા આકાશ સલીયા નામના યુવકે વર્ષ 1998 માં તેમના નજીકના સંબંધી પાસેથી ત્રણ કેરેટ નો હિરો ખરીદ્યો હતો. આ હિરા ની અંદાજીત કિંમત 45 હજાર હતી. હિરા ની સપાટી પર ભારત દેશ ના નકશાની આકૃતિ નો આભાસ થયો. આ આભાસ ને હકિકતનું સ્વરૂપ આપવા આકાશે તૈયારીઓ આદરી હતી. સખત મહેનત ના અંતે સામાન્ય દેખાતા હિરા પર ભારત દેશનો નકશો ચમકાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી ની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ ને તેમણે ભારતના નકશા માં પ્રધાનમંત્રી મોદીની પ્રતિકૃતિ પણ તૈયાર કરી હતી. તેઓ આ બેજોડ હિરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ભેટ આપવા ઇચ્છે છે.
-