બે પૂર્વ વિદ્યાર્થીઓની સેવા, બાળકોને નિઃશુલ્ક રૉબિટિક્સ સાયન્સ આપી રહ્યા છે જ્ઞાન
Live TV
-
અદ્યતન રોબોટિક્સ સાયન્સ અને ટેક્નોલોજીથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવો પ્રયાસ
મોરબી લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજના બે ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા, ગ્રામીણ વિસ્તારના બાળકોને અદ્યતન ટેક્નોલોજીથી જ્ઞાન મેળવે, તેવા ઉમદા હેતુ સાથે , ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં નિઃશુલ્ક અદ્યતન ટેક્નોલોજી સભર , રૉબિટિક્સ સાયન્સ અંગે વિવિધલક્ષી પ્રોજેક્ટના પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન કરાયા હતા. તેમણે જણાવ્યું હતુ કે, બાળકોમાં અંદર રહેલી શક્તિ બહાર આવે અને તેઓ પણ પોતાની જાતે અદ્યતન રોબોટિક્સ સાયન્સ અને ટેક્નોલોજીથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવો પ્રયાસ કરવામાં આવેલ છે. આ પ્રસંગે પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પુજારાએ પણ બન્ને મિત્રોની કામગીરીને બિરદાવી હતી