અમદાવાદ - તરંગ 2019 સ્પેસ અને સાયન્સ ફેસ્ટનું આયોજન
Live TV
-
ઇસરો તરફથી સાયન્સ સંબંધિત પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું
અમદાવાદ ખાતે એલ ડી એન્જીનિયરીંગ કોલેજમાં પ્રકલ્પ ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા તરંગ 2019 સ્પેસ અને સાયન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ ફેસ્ટમાં ભારતની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ઇસરો તરફથી સાયન્સ સંબંધિત પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને બહુચર્ચિત વિષયો જેવા કે ચંદ્રયાન 2, મિશન મંગલ, બ્લેક હોલ, અલાસ્કા વેક્યુમ ઓરબીટ, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર અવકાશમાં ગ્રહોની સ્થિતિ વગેરે વિષયને સમાવવામાં આવ્યા હતા. લગભગ ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનનો લાભ લીધો હતો.