મહેસાણા ગણપત વિશ્વ વિદ્યાલયમાં 13 મો પદવિદાન સમારંભ
Live TV
-
મહેસાણાની ગણપત વિશ્વ વિદ્યાલયમાં , ૧૩મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના 2,513 વિદ્યાર્થીઓને , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે , પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠત્તમ ૭૦ વિદ્યાર્થીઓને , સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતાં. યુનિવર્સિટીના પદવીદાન સમારભમાં ,, મેરી ટાઇમ સ્ટડીનું પણ , વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ બી.ટેક. સુધી , ૧૪ પ્રકારના વિવિધ કોર્સો થકી , મેરી ટાઇમનો અભ્યાસ કરી શકશે. સાથે જ કેમ્પસમાં ,, આબેહુબ શીપ જેવા - "ટી.એસ.વિદ્યાસાગર" શીપ ઇન કેમ્પસનું પણ , લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદબોધન કરતા , મંત્રી માંડવિયાએ , સંસ્થાની પ્રશંસા કરી હતી , તેમજ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની, શુભેચ્છા પાઠવી હતી.