માત્ર સાત ધોરણ ભણેલા યુવકે પેરા ગ્લાઈડ ફ્લાઈંગ મશીન બનાવ્યું
Live TV
-
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના માનગઢ ગામના માત્ર સાત ધોરણનો અભ્યાસ કરનારા ઓવેશ ડોડિયા નામના યુવકે પોતાની કોઠાસૂઝથી પેરા ગ્લાઇડ ફ્લાઇંગ મશીન બનાવી ને ટેકનોલોજી ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી છે. પાંચ વર્ષની અથાગ મહેનત બાદ નિર્માણ પામેલું પેરાગ્લાઇડર પેરા શૂટ બાર લીટરના બળતણમાં ત્રણ કલાક સુધી સતત હવામાં ઉડી શકે છે. 60 કિલો વજન ધરાવતું આ મશીન દસ હજાર ફૂટ જેટલું ઉંચું ઉડી શકે છે. આ ગ્લાઇડર બનાવવા માટે મોડાસાની તત્વ કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી. સાથે જ આ કોલેજ ખાતે ખાસ ફ્લાઇંગ મશીનના ઉડ્ડયનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.