બારડોલી: પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા ખાસ મોજા
Live TV
-
અશક્ત અને પથારીવશ લોકો માટે ખાસ પ્રકારના મોજા ડિઝાઈન કર્યા
બારડોલી જિલ્લામાં આવેલા તાજપરની પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ અશક્ત અને પથારીવશ લોકો માટે ખાસ પ્રકારના મોજાં ડિઝાઇન કર્યા છે. જેને ટોકિંગ ગ્લોવ્ઝ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ આરડીઓ, નેનો અને મેગા માઇક્રો કન્ટ્રોલર જેવી ટેકનોલોજીની મદદથી વિકસાવેલા ટોકિંગ ગ્લોવ્ઝમાં ,રિસીવર અને ટ્રાન્સમીટર લગાવ્યા છે. ,જેથી તેમાંથી એક મેસેજ નીકળે છે. જે અશક્ત અને વૃદ્ધ વ્યક્તિને તેની માંગણી પૂર્ણ કરવામાં મદદ કરે છે. ધ ટોકિંગ ગ્લોવ્ઝ પ્રોજેક્ટનો ખર્ચ માત્ર 4 હજાર રૂપિયા થયો છે. જે ભવિષ્યમાં વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓ માટે વરદાન બની શકે છે.