IPPB દ્વારા ઘરે ઘરે અને ગામડે ગામડે જઈને લોકોના ખાતા ખોલાવવામાં આવી રહ્યા
Live TV
-
આદિવાસી બહુલતા ધરાવતા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા મોટાભાગના લોકોનું જાણકારીના અભાવે બેંક માં ખાતું ન હતું. જોકે અંતરિયાળ ગામડાંઓમાં રહેતા લોકોની આ સમસ્યાને નિવારવા માટે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઘરે ઘરે અને ગામડે ગામડે જઈને લોકોના ખાતા ખોલાવવામાં આવી રહ્યા છે.
આદિવાસી બહુલતા ધરાવતા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા મોટાભાગના લોકોનું જાણકારીના અભાવે બેંક માં ખાતું ન હતું. જોકે અંતરિયાળ ગામડાંઓમાં રહેતા લોકોની આ સમસ્યાને નિવારવા માટે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઘરે ઘરે અને ગામડે ગામડે જઈને લોકોના ખાતા ખોલાવવામાં આવી રહ્યા છે. ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મીઓ, ગામના લોકો, શાળાના બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ તેમજ કિશોરીઓના ખાતા ખોલાવી રહ્યા છે. આ ક્રમમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ મોગરા ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ગામમાં જ ખાતા ખોલાવ્યા હતા. જેમાં સગર્ભા અને ધાત્રી માતાના 22, શાળાના બાળકોના 50 અને 150 થી વધારે ગ્રામજનોના ખાતા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર તરફથી મળતા પૈસા હવે સીધા બેન્ક ખાતામાં આવી રહ્યા છે.