મેક ઇન ઇન્ડિયા હેઠળ એગ્રો પ્રેસ્ટીસાઈડથી વિદેશી કંપનીઓને માત
Live TV
-
ખેડૂત પુત્રે ખેતીવાડીનો અભ્યાસ કરી મુંબઈમાં એગ્રો કેમિકલ પેસ્ટીસાઇડ બનાવવાનું શીખી એક નાની કંપની શરૂ કરી.
તલોદ તાલુકાના અણીયોડ ગામના ખેડૂત પુત્ર મુકેશ ભાઈએ ખેતીવાડીનો અભ્યાસ કરી મુંબઈમાં એગ્રો કેમિકલ પેસ્ટીસાઇડ બનાવવાનું શીખી એક નાની કંપનીથી આરંભ કર્યો હતો. અને આજે મુકેશ ભાઈની પાંચ કંપનીઓ છે, અર્બુદા એગ્રોકેમિકલ નામની કંપની મુંબઈ ,બેંગલુરૂ, કેન્યાનાં નૈરોબી, અમદાવાદ અને તલોદમાં પાંચમી કંપનીનું ઉદઘાટન કર્યું છે. ખેતીમાં વપરાતી વિવિધ પ્રેસ્ટીસાઈડ દવાઓ, ભારતીય બનાવટની બનાવી બજારમાં ખેડૂતોને પોષાય તેવા ભાવથી વેચાણ કરતા તેમનો વેપાર ખૂબ વધ્યો છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતીય બનાવટની એગ્રો પ્રેસ્ટીસાઈડથી વિદેશી કંપનીઓને માત આપી છે.