ડીજીટલ ઈન્ડિયા અંતર્ગત ટૂંકમાં હવે EPFO બનશે પેપરલેસ
Live TV
-
હવે PF ઓફિસના ધક્કા નહિ ખાવા પડે, લાખો પેન્શનર્સને લાભ
ઇમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાની કચેરીને પેપરલેસ બનાવી રહી છે. લોકો પીએફને લગતી તમામ માહિતી ઓનલાઈન મેળવી શકશે તેમજ પીએફનું અપડેટ પણ ઓનલાઈન કરી શકાશે, એટલે કે હવે પૈસા જમા કરાવવાના હોય કે નવા રજિસ્ટેશનની સુવિધા હોય, તમામ સેવા ઓનલાઈન ઉપલબ્ધ હશે, જેથી લોકોને હવે લાંબી કતારોમાં નહિ ઊભા રહેવું પડે.મહત્વનુ છે કે EPFO ઓગસ્ટ 2018 સુધી સંપૂર્ણપણે પેપરલેસ થવા જઈ રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત લેવામાં આવેલા આ પગલાથી સર્વિસની ત્રુટિઓને પૂરી કરાશે અને સંગઠન સાથે જોડાયેલા 5 કરોડ કર્મચારીઓને તએનો લાભ મળશે. ઇપીએફઓ ઓનલાઈનની સાથે સાથે યુએનના સભ્યોને પીએફની માહિતી અથવા તો પીએફનું બેલેન્સની માહિતી પણ મેસેજ કે પછી કોલ કરવાથી મળી જશે EPF વિડ્રોઅલ જેવી સર્વિસને પહેલેથી જ ઑનલાઈન કરી ચૂક્યું છે.