Skip to main content
Settings Settings for Dark

#deletefacebookનો સમય- વોટ્સઅપના કો-ફાઉન્ડર કેમ આવ્યુ બોલ્યા?

Live TV

X
  • સોશિયલ મીડિયા પર #DeleteFacebookનો ટ્રેંડ

    ચેટિંગ એપ્લિકેશન WhatsAppના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને બુધવારે એક ટ્વિટ કરીને તમામ લોકોને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાનું કહ્યું છે. એક્ટને ટ્વિટ કર્યું છે કે આ #deletefacebookનો સમય છે. એક્ટનનું આ ટ્વિટ એવા સમયે આવ્યું છે જ્યારે પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની કેમ્બ્રિઝ એનાલિટિકા પર 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરીને તેનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ કારણે જ ફેસબુક મુશ્કેલીમાં છે. નોંધનીય છે કે ફેસબુકે વર્ષ 2014માં 19 અબજ ડોલરમાં વોટ્સએપની ખરીદી કરી હતી. જોકે, આ ડીલના બાદ પણ એલ્ટન ફેસબુક સાથે જોડાયેલા રહ્યા હતા.ફેસબુકના આ મામલે કેમ્બ્રિઝના એનાલિટિકાના સીઈઓ સસ્પેન્ડ થઈ ગયા છે. આ મામલામાં ફેસબુકને તગડો ઝટકો લાગ્યો છે. ફેસબુકના શેર આશરે સાત ટકા તૂટી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીની માર્કેટ વેલ્યૂમાં આશરે 35 અરબ ડોલર સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર #DeleteFacebookનો ટ્રેંડ પણ ચાલી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply