ચૂંટણી પંચનો નિર્ણય , ફેસબુક રહેશે સોશિયલ મિડિયા પાર્ટનર
Live TV
-
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે આપી માહિતી
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતી વખતે કહ્યુ હતુ કે સોશિયલ મિડિયાના પાર્ટનર તરીકે ફેસબુક બંધ નહી કરાય..અમુક ઘટનાઓને કારણે સોશિયલ મિડિયાનો ઉપયોગ બંધ કરી શકાય નહી..2016માં અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં 5 કરોડ યુઝર્સના ડેટા લીક થયા પછી ફેસબૂકની વિશ્વસનીયતા પર સવાલ પેદા થયા છે. તેવા સંજોગો વચ્ચે ચૂંટણી પંચે મંગળવારે કહ્યું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ફક્ત તેની કેટલીક ખામીઓ અને ગરબડોને જોઇને જ બંધ ન કરી શકાય. તેમણે કહ્યું કે કર્ણાટકની આગામી ચૂંટણીમાં પણ ફેસબૂક ચૂંટણી પંચનું સોશ્યલ મીડિયા પાર્ટનર બની રહેશે.