રાજધાની અને શતાબ્દીને પણ પાછળ છોડી દેશે T-18 ટ્રેન, જુઓ ફોટો સ્ટોરી
Live TV
-
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતીય રેલવેની લાંબી છલાંગ
ભારતીય રેલવે ટેકનોલોજીના મામલે લાંબી છલાંગ લગાવવા જઈ રહી છે..કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન આવે તે પહેલા સેમી હાઈસ્પીડ ટ્રેનોને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે..આ ટ્રેન રાજધાની અને શતાબ્દી ટ્રેનો કરતા પણ વધુ સ્પીડમાં દોડશે...T-18 ટ્રેન તેનો જ એક ભાગ છે..તેથી તેનું નામ T-18 રાખવામાં આવ્યુ છે..આ નામ એટલા માટે રાખવામાં આવ્યુ છે કારણ કે ભારતીય રેલવે આ ટ્રેનને વર્ષ 2018માં દોડાવશે..T-18 ટ્રેનની શું છે ખાસિયતો તેના પર નજક કરીએ તો
T-18ની ખાસિયતો
--------------
T-18 સંપૂર્ણ રીતે મેક ઈન ઈન્ડિયા અભિયાનનો ભાગ છે
આ ટ્રેન ICF(ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી) , ચેન્નાઈમાં બની રહી છે..
આ ટ્રેનના કોચ ભારતમાં આયાત થતા ટ્રેનના પાર્ટસની કિંમત અડધા ખર્ચમાં થઈ રહ્યા છે તૈયાર
પ્રથમ ટ્રેન 16 ચેયરયાન (એક્ઝીક્યુટીવ અને નોન એક્ઝીક્યુટીવ) હશે
ટ્રેનમાં 14 નોન એક્ઝીક્યુટીવ કોચ હશે અને બે એક્ઝીક્યુટીવ કોચ હશે
એક્ઝીક્યુટીવ કોચમાં 56 મુસાફરો બેસી શકશે
નોન એક્ઝીક્યુટીવ કોચમાં 78 મુસાફરોની બેઠક વ્યવસ્થા હશે
T-18ટ્રેન 180 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી દોડશે
આ ટ્રેન સંપૂર્ણપણે વાતાનુકૂલિત અને ફ્રી વાઈ-ફાઈથી સજ્જ હશે
સ્વયંસંચાલિત દરવાજા અને સ્લાઈડિંગ ફૂટસ્ટેપની સુવિધા
દિવ્યાંગો માટે વ્હીલચેર મૂકવાની જગ્યા પણ હશે