Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ ખેડૂતે બનાવ્યું મગફળીનું થ્રેસર મશીન, થશે 1 મહિનાનું કામ 24 કલાકમાં 

Live TV

X
  • રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના બોરિયા ગામના ખેડૂતે પોતાની કોઠાસૂઝથી મગફળી ઉપાડવાનું આધુનિક થ્રેસર મશીન તૈયાર કર્યું છે.

    સૌરાષ્ટ્રના ખેડૂતો દૂર દૂરથી આ મશીન નિહાળવા આવી રહ્યા છે. આ થ્રેસર મશીન એક મહિનાનું કામ 24 કલાકમાં કરી નાખે છે.

    કોઈપણ આબોહવામાં કામ કરવાની ક્ષમતા ધરાવતું આ થ્રેસર મશીન મગફળીને તારવીને વેસ્ટને બીજી તરફ જમા કરે છે. પાલો, માંડવી અને કાંધો બધુ જ અલગ પડી જાય છે. કૃષિ ઉત્સવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી આ ખેડૂતને સન્માનિત પણ કરી ચૂક્યા છે. 

    આ મશીનમાં ડિઝલનો મર્યાદિત ઉપયોગ થતો હોવાથી સમય અને નાણાંની બચત પણ થાય છે તેમજ મજૂરોની જરૂર પણ પડતી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply