શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય ખાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શની
Live TV
-
અમદાવાદમાં આજે શાહીબાગ ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્ર ખાતે 47મી જવાહરલાલ નહેરૂ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.
દર વર્ષે યોજાતી કોમ્પીટિશનમાં ગુજરાતની કેન્દ્રીય વિદ્યાલયના બાળકોએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને લગતા જુદા જુદા પ્રોજેક્ટો રજૂ કર્યા હતા. સ્માર્ટ સિટી, બાયોગેસ, એગ્રીકલ્ચર, હેલ્થ, સ્વચ્છતા વગેરે વિષયોને લગતા પ્રોજેક્ટો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યા હતા.
બે દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં ગુજરાતના 47 કેન્દ્રીય વિદ્યાલયોના 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય વિદ્યાલયના ડેપ્યૂટી કમિશનર જયદીપ દાસે જણાવ્યું હતું કે રાજ્ય સ્તરે પાસ થનારા બાળકો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણની રાષ્ટ્રીય કક્ષાની હરિફાઈમાં પસંદગી પામશે.