પીએચડીના વિદ્યાર્થીએ દિવ્યાંગો માટે ખાસ ટૉકિંગ મેપ ટેક્નોલોજી બનાવી
Live TV
-
અંધકાર ભર્યા જીવનમાં જ્ઞાનનો ઉજાસ પ્રજ્વલિત કરવો એ સામાન્ય બાબત નથી. પણ આ કલ્પનાને આણંદના વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાર્થક કરી બતાવી છે.
વિદ્યાનગરના હર્ષવર્ધન ઝાએ આંખે દેખી ન શકતા અને કાને સાંભળી ન શકતા દિવ્યાંગોને જ્ઞાનનો ભંડાર પૂરો પાડવા એક ખાસ ટોકિંગ મેપનામની ટેકનોલોજી વિકસાવી છે જે દિવ્યાંગો માટે આશીર્વાદ બનવા સક્ષમ છે.
દિવ્યાંગ લોકો માત્ર આંગળીના ટેરવેજ રાજકીય ,ભૌગોલિક, સ્થાનિક વિગતોની જાણકારી ગણતરીના સમયમાં સરળતાથી સમજી શકે તેવી રીતે આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ટોકિંગ મેપ ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા દીવ્યાંગ બાળકો તથા સામાન્ય બાળકોને પણ અત્યંત ઉપયોગી બની શકે તેમ છે સમગ્ર ભારતના કોઈપણ રાજ્યની સામાન્ય જ્ઞાનની વિગતો આસાનીથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી બનાવેલા ટેકનોલોજી ગૌરવ સમાન બનવા પામી છે.
પીએચડીમાં અભ્યાસ કરતા આ યુવાને અગાઉ પણ વિવિધ જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક સાયકલ, સેલરથી ચાલતી એનાઉન્સમેન્ટ સીસ્ટમ, ફીઝીયોથેરાપી મશીન, ટ્યુબ ટાઇમ સોલર કુકર અને નુતન શિક્ષાપોથીનું સંશોધન કર્યું છે.