આણંદના ખેડૂતે બનાવી ખેડૂત ગન! માત્ર એક ધડાકાથી ભાગશે પ્રાણીઓ
Live TV
-
માત્ર નજીવા ખર્ચમાંથી બનેલી આ ગન કોઈપણ ખેડૂત ખરીદી શકે છે અથવા બનાવી પણ શકે છે.
ખેડૂતોના કિંમતી પાકને રોજડા, નીલગાય, જંગલી ભુંડ અને વાંદરા કે પક્ષીઓથી ભારે નુકશાન થતું હોય છે. એવામાં આવા પ્રાણીઓ કે પક્ષીઓને ખેતરમાંથી કાઢવા માટે અને પાકને નુકશાનથી બચાવવા માટે એક ખેડૂતના દિકરાએ ખેડૂત ગન બનાવી છે.
આણંદના હર્ષદ પટેલ નામના ખેડૂતે સોશિયલ મીડિયાનો સહારો લઈ-શીખી એક ખેડૂત ગન બનાવી છે. માત્ર પીવીસીની પાઈપ અને ગેસ સળગાવવાના લાઈટરની સામગ્રી લઈને આ ખેડૂતે અદ્દભૂત ગન બનાવી છે.
આ ગનથી એવો જોરથી અવાજ આવે છે, કે જેના કારણે ખેતરમાં રહેલા પક્ષીઓ કે પ્રાણીઓ ભાગી જાય છે.