ગુજરાત એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ એસો.દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાનો સેમિનાર
Live TV
-
આ સેમીનાર માં ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ, એલ મની એસોસિયેશન ના સભ્યો પી.જી.ના વિધાર્થી ઓ , પ્રગતિશીલ ખેડૂતો સહિત 400 વ્યક્તિ ઓ એ ભાગ લીધો હતો
આજે આખું વિશ્વ રસાયણોથી ત્રસ્ત થઈ ગયું છે. રાસાયણીક ખેતીની આડ અસરો હવે વિશ્વમાં જોવો મળી રહી છે, તેનાથી પર્યાવરણ પર પણ આડઅસર થઈ રહી છે. આ બધી આડઅસરોથી વિશ્વને કેવી રીતે બચાવી શકાય તે માટે ગુજરાત એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ એસોસિએશન દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો હતો જેમાં બાયોડાયનેમીક અને તેના પ્રેક્ટીકલ ઉપયોગ માટે નિષ્ણાતો તથા વૈજ્ઞાનિકો દ્વારા સઘન ચર્ચા કરવામાં આવી હતી.આ સેમીનાર માં ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ, એલ મની એસોસિયેશન ના સભ્યો પી.જી.ના વિધાર્થી ઓ , પ્રગતિશીલ ખેડૂતો સહિત 400 વ્યક્તિ ઓ એ ભાગ લીધો હતો.આ સેમીનાર માં આણંદ કૃષિ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડો.આર. વી. વ્યાસ, કુલપતિ ગુજરાત ઓર્ગેનિક યુનિ.ડૉ.એ.આર.ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા.