અરવલ્લીની શ્રુતી પટેલે બાળ વૈજ્ઞાનિક તરીકે મેળની નામના, સ્પર્ધામાં પણ મારી બાજી
Live TV
-
અરવલ્લી જિલ્લાની એક દીકરી શ્રુતી પટેલે સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં તેણે બાળ વૈજ્ઞાનિક તરીકે પણ નામના મેળવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલી શ્રી એચ.એલ. સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી શ્રુતી પટલે, કેરલના ત્રિવેન્દ્ર ખાતે યોજાયેલી, નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોન્ગ્રેસ 2019 હરિફાઈમાં બાજી મારી લીધી છે અને સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી છે.
શ્રુતી પટેલે બાળકોમાં મગજના લકવા વિષે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. તેણે એક પ્રકારની કીટ તૈયાર કરી હતી, જેમાં અલગ અલગ પ્રકારની એલઇડી લાઈટ લગાવી હતી. જ્યારે બાળક રડે અથવા તો હસે તો તેના પરથી એલઈડી ચાલુ કે બંધ થાય, જેથી બાળક શુ કહેવા માંગે છે તે જાણી શકાય છે.
ભવિષ્યમાં શ્રુતિની ઈચ્છા મગજના લકવાથી પીડાતા બાળકો માટે કંઈક કરી છુટવાની છે. શ્રુતિની શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શ્રુતિને લઈને અનેરો ઊત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રુતીના આ પ્રોજેક્ટને બનાવવા પાછળનું કારણ પણ તેની બહેનને આ પ્રકારની થયેલી બીમારી હતી. શ્રૃતિ પોતાની બહેનને જોઈને તે શું કહેવા માંગે છે, તે સમજી શકતી ન હતી. એવામાં તેણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનો વિચાર કર્યો હતો. તેણે આ પ્રોજેક્ટ પર છ મહિના સતત કામ કર્યું હતું.