પશુ-પક્ષીથી પાકને બચાવવા ખેડૂતે જાત મહેનતે વિકસાવ્યું યંત્ર
Live TV
-
માત્ર આઠ ધોરણ ભણેલા ખેડૂત રણજીતભાઈ ગામીતે બનાવેલ આ યંત્ર હવાના સહારે ચાલે છે. હવાને કારણે પંખો ફરે છે અને તેના કારણે પાછળ લગાવેલ સળીયો થાળી સાથે અથડાતા યંત્રમાંથી અવાજ ઉભો થાય છે.
ખેતરોમાં ઉભા પાકને પશુ-પક્ષી તેમજ તીડ જેવા મોટા જંતુઓથી બચાવવા માટે તાપી જિલ્લાના એક આદિવાસી ખેડૂતે પોતાની સૂઝબૂઝથી ઘરેલુ સાધનો વડે એક યંત્ર બનાવ્યું છે. આ યંત્રના અવાજથી આવા જીવ જંતુઓ ભાગી જાય છે અને ખેડૂત પોતાના પાકનું રક્ષણ કરી શકે છે.
આ અવાજના કારણે ખેતરમાં પાકને નુકશાન કરતા પશુ-પક્ષીઓ ભાગી જાય છે. વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે હેઠળ આ આદિવાસી ખેડૂત દ્વારા બનાવવામાં આવેલ આ યંત્રને નેશનલ એવોડ માટે રાષ્ટ્રપતિની દેખરેખ હેઠળ ચાલતી એનઆઇએફ સંસ્થામાં મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.