રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ખેડૂતે બનાવ્યું માંડવીનું આધુનિક થ્રેસર મશીન
Live TV
-
રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના બોરિયા ગામના ખેડૂતે પોતાની આગવી કોઠા સુજથી મગફળી ઉપાડવાનું આધુનિક થ્રેસર બનાવ્યું
રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના બોરિયા ગામના ખેડૂતે પોતાની આગવી કોઠા સુજથી મગફળી ઉપાડવાનું આધુનિક થ્રેસર બનાવ્યું છે એક માસ નુકામ માત્ર ૨૪ કલાકમાં કરી બતાવે છે અને કોઈ પણ વાતાવરણમાં આ મશીન કાર્યરત રહી શકે છે અને મગફળીમાંથી વેસ્ટ એક તરફ અને સંપૂર્ણ મગફળી એક તરફ જમા કરી બતાવે છે આ ખેડૂતને કૃષિ ઉત્સવોમાં ઇનામો પણ મળ્યા છે.
આધુનિક થ્રેસર આવી જતા ખેડૂતોને પણ રાહત થઇ છે અને ખેડૂતોને મગફળી ઉપાડવાનું જે કામ મહિનાઓ સુધી ચાલતું હતું તે કામ. આ થ્રેસર કલાકોમાં પૂરું કરી આપે છે પરિણામે સમયની બચત અને ખર્ચ પણ ઓછું થાય છે
જામ કંડોરણાના નાના એવા બોરિયા ગામમાં રહેતા ખેડૂત પુત્રએ મગફળી ઉપાડવા માટે એક આધુનિક થ્રેસર બનાવ્યું જેનો અનેક ગણો લાભ ખેડૂતોને થઇ રહ્યો છે અને મગફળીનો જથ્થો એક તરફ ભેગો કરી આપે છે અને પાંદડા સહીત વેસ્ટ વસ્તુઓ પણ એક તરફ એકઠી કરી આપે છે