મુખ્યમંત્રીએ 45માં રાષ્ટ્રીય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું
Live TV
-
2030 સુધીમાં ભારત વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વના ટોપ 3 દેશોમાં સ્થાન મેળવે તેવી પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતામાં આવા પ્રદર્શન અને નવીનતમ શોધ સઁશોધન મહત્વપૂર્ણ બનશે: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અમદાવાદમાં 45 માં રાષ્ટ્રીય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનીનું ઉદ્ગઘાટન કર્યું હતું. તેમણે દેશભરના 22 રાજ્યોના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે આ અવસરને કુંભ મેળા સમાન ગણાવ્યો હતો.
વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે 2030 સુધીમાં ભારત વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વના ટોપ 3 દેશોમાં સ્થાન મેળવે તેવી પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતામાં આવા પ્રદર્શન અને નવીનતમ શોધ સઁશોધન મહત્વપૂર્ણ બનશે. આજની યુવા પેઢી ટેક્નોસેવી છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને વિજ્ઞાન ગણિત જેવા ગહન વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે. તેજ ભારતને વિશ્વ ગુરુ બનાવશે. મુખ્યમંત્રીએ પ્રાચીન ભારતે આર્યભટ્ટ વરાહ મિહિર શુશ્રુત જેવી વિદ્વાન વિભૂતિઓ અને શૂન્ય જેવી શોધ વિશ્વને આપી, તેનો ઉલ્લેખ કરતા અર્વાચીન ભારતે પણ જગદીશ ચન્દ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજ ચંદ્રશેખર જેવા મહાન વૈજ્ઞાનિકો આપ્યા છે, તેમ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતના બાળકો યુવાનોમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને ઈનોવેશન માટે રસ જગાવવા સાયન્સ સિટીની પહેલ રૂપ શરૂઆત કરી હતી. તે આજે દેશમાં અગ્રેસર બન્યું છે એમ વિજય ભાઈ રૂપાણીએ કહ્યું હતું. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે તેમજ અમદાવાદના મેયર બીજલ પટેલ, સાંસદ તેમજ ધારાસભ્યો અને એન.સી.ઈ.આર.ટી, જી.સી.ઈ.આર.ટીના વરિષ્ઠ અધિકારીઓ શાળા કોલેજના છાત્રો અધ્યાપકો શિક્ષકોઆ વેળાએ ઉપસ્થિત હતા.