45મા રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45મા રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું. મુખ્યમંત્રીએ દેશભરના 22 રાજ્યોના બાળ-યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે આ અવસરને કુંભ મેળા સમાન ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું, કે 2030 સુધીમાં ભારત વિજ્ઞાન - ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વના ટોપ 3 દેશોમાં સ્થાન મેળવે તેવી પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતામાં આ પ્રકારના પ્રદર્શન અને નવીનતમ શોધ સંશોધન મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્યમંત્રીએ દેશના પૂર્વ વૈજ્ઞાનિકોને યાદ કરતા કહ્યું કે પ્રાચીન ભારતે આર્યભટ્ટ જેવી વિદ્ધાન વિભૂતિઓ આપી છે.અર્વાચીન ભારતે પણ જગદીશ ચંદ્ર બોઝ શ્રીનિવાસ રામનુજ ચંદ્રશેખર જેવા મહાન વૈજ્ઞાનિકો આપ્યા છે.