ઇસરોએ અંતરિક્ષમાં વધુ એક ફાળ ભરી, લોન્ચ કર્યુ પીએસએલવી-સી 43
Live TV
-
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને પોતાના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે પીએસએલવી સી-43ની મદદથી આજે સવારે ભારતના હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ અને 8 દેશોના 30 અન્ય સેટેલાઇટનું પ્રક્ષેપણ કર્યું છે. આ વિદેશી ઉપગ્રહોમાં 23 અમેરિકાના છે.
ઇસરોએ ગુરૂવારે અંતરિક્ષમાં મોટી ઉડાણ ભરી હતી. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) સી-43 દ્વારા 31 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા. તેમાં 23 સેટેલાઈટ અમેરિકાની છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી સવારે આશરે 9:58 કલાકે તેનું લોન્ચિંગ થયું. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલની આ વર્ષે છઠ્ઠી ઉડાન છે.
હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇ ભૂ અવલોકન ઉપગ્રહ છે જેનો વિકાસ ઇસરોએ કર્યો છે. આ પીએસએલવી-સી43 અભિયાનનો પ્રાથમિક ઉપગ્રહ છે.