ઇસરો દ્વારા સ્પેકટ્ર્લ ઇમેજિંગ સેટેલાઇટનું સફળ પ્રક્ષેપણ
Live TV
-
ઈસરોએ આધુનિક ભૂ- નિરીક્ષણ ઉપગ્રહ હાઈસીસ સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલ્યો છે. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રથી ગઈકાલે સવારે PSLV - C - 43 પ્રક્ષેપણ યાનથી ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. આ પ્રક્ષેપણ સાથે 8 દેશના 30 અન્ય માઈક્રો અને નેનો ઉપગ્રહને અંતરીક્ષની અલગ અલગ કક્ષામાં સ્થાપિત કર્યા હતા. ઈસરોના અધ્યક્ષ ડૉ. કે. શિવમે આ ઉપગ્રહને રાષ્ટ્ર માટે એક ઉત્કૃષ્ટ અંતરીક્ષ પરથી સંપત્તિ બતાવી હતી. હાઈસીસ અનેક ફ્રીકન્વસીથી સમૂચિત પૃથ્વીની તસવીર મોકલશે. ઈસરોનું PSLV-C-43 દ્વારા કરાયેલ આ 45મું ઉડાન છે