સુરતમાં ત્રણ દિવસનું એનર્જી ઇન્ટરનેશનલ એક્ઝિબિશન યોજાયું
Live TV
-
એક્ઝિબિશનમાં ન્યુક્લિયર, થર્મલ, ગેસ બેઝડ, નેપથા બેઝડ, હાઇડ્રો અને સોલાર એમ દરેક પ્રકારની ઊર્જાના મોડેલ રજૂ કરાયા હતા.
સુરતમાં ત્રણ દિવસીય એનર્જી ઇન્ટરનેશનલ એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં ન્યુક્લિયર, થર્મલ, ગેસ બેઝડ, નેપથા બેઝડ, હાઇડ્રો અને સોલાર એમ દરેક પ્રકારની ઊર્જાના મોડેલ રજૂ કરાયા હતા. પ્રદર્શનમાં એવા એસી મુકવામાં આવ્યા હતા, જેનું નામ હાઈબ્રીડ આપવામાં આવ્યું છે. ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર બંને ટેકનોલોજી મર્જ કરીને આ વિન્ડો એસી બનાવવામાં આવ્યું છે. વિન્ડો એસીમાં જેટ એન્જીનના ફેનમાં જે ડિઝાઇન છે તે જ ડિઝાઇન આ એસીના ફેનની છે. જેનાથી હાઇરિચ એરફલો મળે છે. જેના કારણે કુલિંગ ઇફેકટ પણ ફાસ્ટ મળે છે અને એનર્જી સેવિંગ થાય છે. આ સિવાય ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ન્યુક્લિયર એનર્જીના 700 કેવીના 2 પ્લાન્ટ કાકરાપાર ખાતે તૈયાર થઈ રહયા છે, જેનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું. અંદાજિત 2000 કરોડથી વધુના ખર્ચે 2020 સુધીમાં આ પ્લાન્ટ તૈયાર થશે.