ઘોઘા દહેજ બાદ હવે દમણ- દિવ વચ્ચે દોડશે રો રો ફેરી સર્વિસ
Live TV
-
ગુજરાતવાસીઓનું દશકો જુનું 'ઘોઘા-દહેજ' રો-રો ફેરીના સ્વપ્ન પુર્ણ થયા બાદ હવે ભારત સરકાર 'દમણ-દીવ-દમણ'ની રો-રો ફેરી કાર્યરત કરવા જઇ રહી છે. આ માટે ભારત સરકારનાં શીપીંગ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે.
આ રો-રો ફેરીનાં આરંભથી હાલનું ૬૧૫ કી.મી નું અંતર ઘટીને માત્ર ૧૯૬ કી.મી.થઇ જશે, તથા હાલ જે ૧૦ કલાક જેટલો સમય લાગે છે, તે ઘટીને માત્ર ૨ કલાક થઇ જશે. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, રો-રો ફેરી જેવી સુવિધાથી ગુજરાતનાં વિકાસને બળ મળશે, તો સાથે સાથે સ્થાનિક રોજગારી સાથે ઇંધણ અને સમયની પણ બચત થશે.