વિજ્ઞાન આધારિત એક કલાકના કાર્યક્રમ ડીડી સાયન્સ ઇન્ડિયા સાયન્સનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રી ડો.હર્ષવર્ધને ગઈકાલે વિજ્ઞાન આધારિત એક કલાકના કાર્યક્રમ ડીડી સાયન્સ ઇન્ડિયા સાયન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે, પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતિ અને દૂરદર્શનના મહાનિર્દેશિકા સુપ્રિયા સાહુ પણ હાજર રહ્યા હતા.
વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગે દૂરદર્શન સાથે મળીને દૂરદર્શન ચેનલ ડીડી સાયન્સ અને ઇન્ટરનેટ આધારિત ઇન્ડિયા સાયન્સની શરૂઆત કરી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રી ડો.હર્ષવર્ધને ગઈકાલે વિજ્ઞાન આધારિત એક કલાકના કાર્યક્રમ ડીડી સાયન્સ ઇન્ડિયા સાયન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે, પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતિ અને દૂરદર્શનના મહાનિર્દેશિકા સુપ્રિયા સાહુ પણ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટનના ખાસ પ્રસંગે દૂરદર્શનની સાથે વિજ્ઞાન પ્રસારનો એક કરાર પણ થયો હતો. કરાર પર આધારે વિજ્ઞાન પ્રસાર દૂરદર્શનને પોતાનું કન્ટેમ્પ આપશે. રોજ સાંજે 5 થી 6 કલાકે આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે.