વડોદરા: સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં રૉબોટ કરી રહ્યો છે તમામ કામગીરી
Live TV
-
ખાનગી કંપનીએ આપેલા રોબોટથી મેડિકલ સ્ટાફમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતા ઘટી-દર્દીઓના સગાનું થર્મલ સ્ક્રિનીંગ, દર્દીઓને દવા અને જમવા સહિતની કામગીરી કરે છે રોબોટ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વાઇરસનું સ્ક્રિનીંગ તેમજ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને દવા સહિત ચીજવસ્તુઓ આપવાનું કામ હવે રોબોટ કરશે. જેથી નર્સિંગ સહિત પેરામેડિકલ કર્મચારીઓ ને કોરોના વાઈરાસનું સંક્રમણ થવાની શકયતા ઘટશે. કોરોનાની સારવાર આપતી હોસ્પિટલોના મેડિકલ સહિત પેરામેડિકલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાની શકયતાં વધુ હોય છે.સયાજી હોસ્પિટલમાં 500 ઉપરાંત દર્દીઓ એક સાથે સારવાર લઇ શકે તે માટે કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. એક ખાનગી કંપની દ્વારા સયાજી હોસ્પિટલમાં સી.એસ.આર. ફંડ હેઠળ આપવામાં આવેલ 2 રોબોટ અને એક એલઇ ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવ્યુ છે. આ રોબોટ ઓ.પી.ડી.માં આવતા દર્દીઓ, દર્દીઓની સાથે આવતા પરિવારજનોનું થર્મલ સ્ક્રિનીંગ કરશે. ઉપરાંત આ રોબોટ કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને દવા અને જમવા આપવા સહિતનું કામ કરશે