વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન દિવસની ઉજવણી
Live TV
-
વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન દિવસની ઉજવણી કરવા માટે એસ.ડબલ્યુ.એ.સી. કોમ્યુનિકેશન સેમિનાર 2019 યોજાયો હતો. આગામી 10 વર્ષના મિલીટરી કોમ્યુનિકેશનના પડકારોને ધ્યાનમાં રાખીને , આ સેમિનારમાં ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન સિક્યુરિટીના મુદ્દે, ઉપયોગકર્તા, મેઈન્ટેનન્સ પર્સન અને નિષ્ણાતોએ ચર્ચા કરી હતી. સાઉથ વેસ્ટ એર કમાન્ડિંગના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ એચ.એસ. અરોરાએ આ સેમિનારમાં મહત્વની છણાવટ કરી હતી. આ સેમિનારમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના જાણીતા વક્તાઓએ ભાગ લીધો હતો.