વર્ષ 2025 સુધીમાં નેનો યુરિયાની દેશમાં વાર્ષિક 44 કરોડ બોટલો બનાવવાનું લક્ષ્ય છે: કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
Live TV
-
કેન્દ્રીય રાસાયણિક અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ 2025 સુધીમાં નેનો યુરિયાની વાર્ષિક 44 કરોડ બોટલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. લક્ષ્ય હાંસલ કરવા માટે દેશભરમાં નવ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ નેનો યુરિયાના ગુણો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, નેનો યુરિયાના કિસ્સામાં પાક દ્વારા યુરિયા શોષણ દર 80 ટકા છે જ્યારે પરંપરાગત યુરિયા શોષણ દર માત્ર 30 ટકા છે. તથા નેનો યુરિયા ખર્ચ-અસરકારક છે અને પાકની ઉપજમાં વધારો દર્શાવે છે.
નેનો યુરિયાની નિકાસ ક્ષમતા અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા અને અન્ય કેટલાક દેશોએ નેનો યુરિયામાં રસ દાખવ્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશ વધુ નેનો યુરિયાનું ઉત્પાદન કરી શકશે, તેની નિકાસ માટે પ્રયાસો કરવામાં આવશે. તથા આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તો, આ સામે ઉત્પાદન વધારવા માટે છેલ્લા સાત વર્ષમાં દેશમાં છ યુરિયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.