શાકભાજી અને ફળના છુટક વેપારીઓ માટે તૈયાર કરાઈ ઇકોફ્રેન્ડલી લારીઓ
Live TV
-
શાકભાજી અને ફળના છુટક વેપારીઓ લારીમાં માલ મૂકીને વેચતા હોય છે. ઉનાળાના તડકાથી શાકભાજી ફળને બચાવવા આ છુટક વેપારીઓ અનેક ઉપાય કરતા હોવા છતાં તે બગડી જતાં હોય છે. આ સંજોગોમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ફૂટ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યશક્તિ સંચાલિત ઇકોફ્રેન્ડલી લારી તૈયાર કરવામાં આવી છે. ઇકો ફ્રેન્ડલી લારી નાના વેપારીને નુકસાનથી બચાવે છે અને શાકભાજી અને ફળની ગુણવત્તા જળવાઈ રહે છે. ઇકો ફ્રેન્ડલી લારીની ખૂબી એ છે કે વિદ્યુત કે વીજળીની ઉર્જાની જરૂર નથી પડતી અને સૂર્યશક્તિથી જ તે સંચાલિત થાય છે. તેમજ સોલરપેનલથી બેટરી ચાર્જ થયા કરે છે.