ખેડૂતો માટે શરૂ થયેલ આઈ ખેડૂત પોર્ટલને અરવલ્લી જિલ્લામાં મળી રહ્યો છે સારો પ્રતિસાદ
Live TV
-
ખેડૂતો માટે વિવિધ સાધન સહાય યોજના માટે શરૂ થયેલ આઈ ખેડૂત પોર્ટલને અરવલ્લી જિલ્લામાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં પાંચ દિવસમાં પાંચ હજાર ઉપર ખેડૂતોએ સાધન સહાય માટે તેમના નામની નોંધણી કરાવી છે. વર્ષ 2૦19-20 માટે ખેતીવાડી વિભાગ દ્વારા રાજયના ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓમાં અરજી કરવાના હેતુથી આઈ ખેડૂત પોર્ટલ પર એકત્રીસ મે સુધી અરજી સ્વીકારાશે. પોર્ટલના માધ્યમ થકી ખેડૂતો ઓનલાઈન અરજી કરીને પોતાની જરૂરીયાતના સાધનો જેવા કે ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, ટ્રેકટર દ્રારા સંચાલિત દવા છાંટવાના પંપ જેવા વિવિધ સાધનોની સહાય મેળવી શકે છે,, ત્યારે વિવિધ ગ્રામ પંચાયત, તેમજ ઓનલાઈન ઇ ખેડૂત પોર્ટલમાં ખેડૂતો નોંધણી કરાવી રહ્યા છે