અમરેલીના નેસડીના એક ખેડૂતે ખેતી માટે આધુનિક ટેકનોલોજીનો કર્યો ઉપયોગ
Live TV
-
અમરેલી જિલ્લાના નેસડીના એક પ્રગતિશીલ ખેડૂતે ટીસ્યુ કલ્ચર કેળનું વાવેતર કરીને સારૂં ઉત્પાદન અને વળતર મેળવવાનું શરૂ કર્યું છે. આ ખેડૂતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડ્રિપ પદ્ધતિથી ઓછા પાણીએ સારી ઉપજ મેળવી છે. સાથે જ તેઓ પોતાની કોઠાસુઝથી મોબાઈલ દ્વારા જ વાડીનું મેનેજમેન્ટ સંભાળે છે. ઘરે બેઠા જ તેઓ મોબાઈલ દ્વારા પોતાની વાડીએ ચાલતી પાણીની ઈલેક્ટ્રીક મોટર બંધ કરી શકે છે.,. આમ આ પ્રગતિશીલ ખેડૂતનું કહેવું છે કે, જો ખેડૂતો ધારે તો ઘણું બધું કરી શકે છે અને જો ખેડૂત જાગૃત બની પદ્ધતિસરની ખેતી કરે તો સરકાર પણ તેમની યોજનાઓ દ્વારા સહયોગ કરે છે અને ખેડૂત સમૃદ્ધ બને છે.