વિદ્યાર્થીએ નાસા ટેકનોલોજીમાં સુધારા વધારા કરીને ફીઝીયોથેરાપી સારવાર ઉપકરણ તૈયાર કર્યું
Live TV
-
અંતરિક્ષયાત્રીઓને શારિરીક આરામ આપવા નાસા દ્વારા પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટીક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા ડીવાઇસમાં હર્ષવર્ધન ઝાએ સુધારા વધારા કરીને આ ઉપકરણ તૈયાર કર્યું છે.
આણંદના વિદ્યાનગરમાં પીએચડીનો અભ્યાસ કરી રહેલા વર્ધન ઝાએ નાસા ટેકનોલોજીમાં સુધારા વધારા કરીને ફીઝીયોથેરાપી સારવાર ઉપકરણ તૈયાર કર્યું છે. ખાસ કરીને અંતરિક્ષયાત્રીઓને શારિરીક આરામ આપવા નાસા દ્વારા પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટીક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા ડીવાઇસમાં હર્ષવર્ધન ઝાએ સુધારા વધારા કરીને આ ઉપકરણ તૈયાર કર્યું છે. હાલ આણંદના એક ખાનગી ક્લીનીકમાં આ મશીનની મદદથી 150 જેટલા લોકો ,ફીઝીયોથેરાપીની સારવાર લઈ ચૂક્યા છે. ડાયાબિટીસ, અસ્થમા, થાઈરોઈડ સહિત 100 જેટલા રોગમાં આ સારવાર ઉપકરણ ઉપયોગી છે.