Skip to main content
Settings Settings for Dark

સાતમાં ધોરણમાં ભણતા યશે બનાવી ગણિત-વિજ્ઞાન શીખવા માટે ગેમ

Live TV

X
  • બાળકો રમતની સાથે સાથે ગણિત, વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે છે

    બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે માતા-પિતા બાળકોને મોબાઈલમાં ગેમ રમતા રોકતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિદ્યામંદિર શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા યશે આ સમસ્યાનું પણ સમાધાન શોધી કાઢ્યું છે. 

    યશે પોતાની શાળાના  ટેક્નિકલ એક્સપર્ટ હિતેનભાઈની મદદથી એક એવી ગેમ બનાવી છે, જેનાથી ગેમ રમતા-રમતા જ બાળકોનું અભ્યાસ પણ થઈ જાય છે. આ ગેમનું નામ 'ક્વિઝ ગેમ' છે. યસે માત્ર એક મહિનાની મહેનતમાં માર્યો જેવી ગેમ બનાવી છે. ગેમમાં ખજાનો લેવા જઈએ એટલે ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે, જો સાચા જવાબ આપીએ તો જ ગેમમાં આગળ વધી શકાય. એક મહિનાના નજીવા સમયગાળામાં શીખ્યો ગેમનું કોડિંગ. એક મહિનાના અંતે ગેમ રમવા માટે તૈયાર. 

    આમ માત્ર સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી, જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત, વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે છે. યશ અને તેની ગેમએ બાલજગતમાં એક સિદ્ધિ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
apply