કર્ણાટકના તુમકુરૂ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના હેલિકોપ્ટર બનાવવા માટેની ફેક્ટરીનું લોકાર્પણ
Live TV
-
કર્ણાટકના તુમકુરૂ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના હેલિકોપ્ટર બનાવવા માટેની ફેક્ટરીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું. આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી આ ફેક્ટરીમાં આગામી 20 વર્ષોમાં 1 હજાર જેટલા હેલિકોપ્ટરો નિર્માણ પામે તેવી યોજના છે. અહીં સ્વદેશી ડિઝાઇન ધરાવતા હેલિકોપ્ટરોનું નિર્માણ થશે. ઉપરાંત લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર અને ઇન્ડિયન મલ્ટીરોલ હેલિકોપ્ટરના નિર્માણ અને સમારકામની કામગીરી પણ થશે.