Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠામાં તખતગઢ ગામના 70%થી વધારે લોકો સૌર ઊર્જાનો કરી રહ્યા છે ઉપયોગ

Live TV

X
  • સમગ્ર ભારતમાં સૌર ઊર્જા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામે સોર ઉર્જા અંતર્ગત હાલમાં ચાલી રહેલ વીજળી બચાવો અભિયાનનો શ્રેષ્ઠ માર્ગ પ્રાપ્ત કરાયો છે. તખતગઢ ગામે પાણી બચાવો ઝુંબેશ અંતર્ગત સમગ્ર ભારતમાં દ્વિતીય કર્મ મેળવ્યો હતો. તેમ જ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પણ થયું હતું, ત્યારે આ તબક્કે પાણીની સાથો સાથ હવે તખતગઢ ગામ વીજળી પણ બચાવી રહ્યું છે. ગામમાં 70%થી વધારે લોકોએ સોર પેનલ થકી વીજ ઉર્જા મેળવી રહ્યા છે જેનાથી હવે ખાનગી કંપનીઓ સાથે એકરૂપતા લાવી તમામ લોકોને સૌર પેનલ મામલી સહમત કરાયા છે. જેના પગલે હવે સમગ્ર ગામમાં સોર પેનલ લાગી ચૂકી છે અને આગામી સમયમાં ગામમાં રહેલા તમામ લોકો હવે સોર ઊર્જા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમજ હાલમાં તમામ લોકો આ પેનલ લગાવવાના પગલે વીજળી બિલ થી રાહત મેળવી રહ્યા છે. હવે તમામ લોકોને વધારાના કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના મફતમાં લાઈટ બિલથી મુક્તિ મેળવી ખુશ જણાઈ રહ્યા છે.

    જોકે સામાન્ય રીતે વીજળી સરળતાથી મળી રહે તેવી તમામ ગ્રામજનોની અપેક્ષા હોય છે. ત્યારે સાથોસાથ ખેડૂતોની અપેક્ષામાં પણ સોર ઊર્જા મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. સોર ઊર્જા થકી તખતગઢ ગામમાં રહેતા તમામ ખેડૂતો માટે પણ આ યોજના ખુબ ફાયદેમદ થઈ રહી છે પહેલાના સમયમાં જરૂરિયાત વોલ્ટેજ મળતા ન હતા તેમ જ મોટાભાગના વોલ્ટેજ તખતગઢ ગામમાં જ વપરાય જતા હતા જેના પગલે ખેતી માટે પૂરો વીજ કરંટ મળતો ન હતો જો કે હવે તખતગઢ ગામે નવીન પ્રયાસ થકી એવી જ કરંટનો સંપૂર્ણ બચત કરી રહ્યા છે જેથી તેમની ખેતીમાં પણ સંપૂર્ણ વિજ કરંટ મળતા હવે ખેડૂત જગતમાં પણ ખુશી આપી છે.

    જોકે સામાન્ય બાબતે એકરૂપતા હોય તો સારા એવા પરિણામો મળી રહેતા હોય છે ત્યારે તખતગઢ ગામે ભૂતકાળમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ગામ બની ચૂક્યું છે. આ ગામમાં પાણી બચાવવા મામલે પાણી માટેના મીટર લગાવ્યા હતા. જેના પગલે દેશ કક્ષાએ દ્વિતીય એવોર્ડ મેળવ્યો હતો. જો કે હાલના તબક્કે હવે પાણીની સાથે સાથે વીજ કરંટ માટે થયેલો આ પ્રયાસ હવે પાણીની સાથો સાથ વીજળી પણ બચાવવા માટે મૂળભૂત પ્રયાસ થયો છે, જેના પગલે આગામી સમયમાં આગમ વધુ એક એવોર્ડ મેળવીએ તો નવાઈ નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply