Skip to main content
Settings Settings for Dark

ભારત અને સિંગાપોરના પ્રધાનમંત્રીઓ 21મી ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ્સ લિંકેજના લોન્ચિંગના સાક્ષી બનશે

Live TV

X
  • સિંગાપોરમાં ભારતીય ડાયસ્પોરાને સિંગાપોરથી ભારતમાં અને પરસ્પર નાણાં ટ્રાન્સફર કરવામાં મદદ કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લૂંગ 21 ફેબ્રુઆરી, 2023ના રોજ એટલે કે આવતી કાલે સવારે 11 વાગ્યે (IST) ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બનશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શક્તિકાંત દાસ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને રવિ મેનન, મેનેજિંગ ડિરેક્ટર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર (MAS) દ્વારા આ સેવા લોન્ચ કરવામાં આવશે.

    ફિનટેક ઇનોવેશન માટે ભારત સૌથી ઝડપથી વિકસતી ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. ભારતના સર્વશ્રેષ્ઠ ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વૈશ્વિકીકરણને આગળ વધારવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દૂરંદેશી નેતૃત્વ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પ્રધાનમંત્રીનો મુખ્ય ભાર એ સુનિશ્ચિત કરવા પર રહ્યો છે કે UPIનો લાભ માત્ર ભારત પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ અન્ય દેશો પણ તેનો લાભ ઉઠાવે. આ દૂરંદેશી વિચારને અમલમાં મૂકવા બે ચુકવણી પ્રણાલીઓનું જોડાણ બંને દેશોના રહેવાસીઓને ક્રોસ બોર્ડર રેમિટન્સના ઝડપી અને ખર્ચ-કાર્યક્ષમ ટ્રાન્સફરમાં સક્ષમ બનાવશે. તે સિંગાપોરમાં ભારતીય ડાયસ્પોરાને, ખાસ કરીને સ્થળાંતર કામદારો અને વિદ્યાર્થીઓને સિંગાપોરથી ભારતમાં અને પરસ્પર તત્કાલ અને ઓછા ખર્ચે નાણાં ટ્રાન્સફર કરવામાં મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply