કેરી રસિકોને માણવા મળશે નવી જાત 'આણંદ રસરાજ' કેરીનો આસ્વાદ
Live TV
-
કેરી રસિકો માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે લોકોને કેરીની નવી જાતનો સ્વાદ માણવા મળશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ વિભાગે કેરીની નવી જાત શોધીને તેને 'આણંદ રસરાજ' નામ આપ્યું છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા તેમજ સંશોધન નિયામક ડૉ. એમ. કે. ઝાલાની પ્રેરણાથી છોટા ઉદેપુર જિલ્લાના જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કેરીની આ નવી જાતને વિકસાવવામાં આવી છે. લગભગ 22 વર્ષો પછી આણંદ કૃષિ યુનિવર્સિટીના જબુગામ સંશોધન કેન્દ્રના ડૉ. એચ.સી. પરમાર, ડૉ. વિનોદ બી. મોર અને અન્ય વૈજ્ઞાનિકોના પ્રયાસોને સફળતા મળી છે.
લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ વાળી આ નવી જાત 'આણંદ રસરાજ' કેસર ની હરીફ બનશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.