સેટેલાઇટ TESS પૃથ્વીની બહાર સોલાર સિસ્ટમ અને એલિયન હોવાની ભાળ મેળવશે
Live TV
-
ટેસનું આખું નામ 'ટ્રાન્સપોર્ટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ' છે
સ્પેસએક્સ દ્વારા ગત રાત્રે નાસાનું સેટેલાઇટ TESS (ટેસ) લૉન્ચ કર્યુ જે પૃથ્વી બહાર સોલાર સિસ્ટમ અને એલિયન્સને શોધવામાં સક્ષમ હશે. ફ્લોરિડાના કેપ કેનાવેરલ એર ફોર્સ સ્ટેશન પરથી છોડવામાં આવેલું Falcon 9 રોકેટ એક ટેક્નિકલ ભૂલના કારણે નિશ્ચિત દિવસ કરતાં બે દિવસ બાદ લૉન્ચ કરવામાં આવ્યું. ટ્રાન્સિટ એક્સોપ્લાનેટ સર્વે સેટેલાઇટ (Tess) સ્થાનિક સમય અનુસાર સાંજે 6.51 વાગ્યે લૉન્ચ કરવામાં આવ્યું. આ રોકેટ સ્પેસમાં બે વર્ષ સુધી રહેશે. આ દરમિયાન પૃથ્વીની બહાર સોલાર સિસ્ટમ અને એલિયન હોવાની ભાળ મેળવશે.
સૌર મંડળની બહાર ગ્રહોની શોધ કરશે
- ટેસ નામથી ઓળખાતો આ ઉપગ્રહ કોઇ ગ્રહની શોધને ધ્યાનમાં રાખીને ઉપરાંત સૌથી મોટાં અને નજીકના તારાઓને જોતા અંદાજિત આખા આકાશનું સર્વેક્ષણ કરશે.
- ટેસનું આખું નામ 'ટ્રાન્સપોર્ટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ' છે. સૌર મંડળની બહાર મોજૂદ ગ્રહોને શોધવા માટે આ સેટેલાઇટને લૉન્ચ કરવામાં આવ્યું છે. સાથે જ તે એવા ગ્રહોની પણ શોધ કરશે જે જીવનને સપોર્ટ કરવામાં મદદરૂપ થતા હશે.
- સીએનએન રિપોર્ટ અનુસાર, લૉન્ચ બાદ આ સેટેલાઇટ પૃથ્વીની ચારેતરફના ઓર્બિટમાં પહોંચવા માટે ટેસ પોતાના ઇંધણનો ઉપયોગ કરશે. 60 દિવસોમાં ટેસ પૃથ્વીની ચારેતરફ એક ઓર્બિટ બનાવી લેશે અને પોતાના ઇન્સ્ટ્રૂમેન્ટ્સની તપાસ કરશે, ત્યારબાદ બે વર્ષનું મિશન સત્તાવાર રીતે શરૂ થશે.કેપ્લર મિશન બાદ ટેસ
- કેપ્લર સ્પેસ ટેલિસ્કોપનું ઇંધણ ખતમ થઇ જવાના કારણે ટેસ એક્સોપ્લેનેટ માટે સર્ચ શરૂ કરશે.
- 2009માં લૉન્ચ કેપ્લરે 4500થી વધુ ગ્રહોની શોધ કરી અને એક્સોપ્લેનેટને મામલે પુષ્ટી કરી. ટૂંક સમયમાં જ આ મિશન ખતમ થઇ જશે અને તે અંતરિક્ષમાં બેકાર પડ્યું રહેશે.કેપ્લરની સરખામણીએ વધુ ક્ષેત્રોનો સર્વે કરશે ટેસ
- કેપ્લરની સરખામણીએ 400 ગણા વધુ ક્ષેત્રોનો સર્વે ટેસ દ્વારા કરવામાં આવશે. જેમાં અંદાજિત 200,000 ચમકતા તારા સામેલ થશે.
- બે વર્ષના સમયમાં ચાર વાઇડ-ફિલ્ડ કેમેરા આકાશના અલગ અલગ સેક્ટર્સ પણ નજર રાખશે. પહેલાં વર્ષે ટેસ દક્ષિણ ભાગનો સર્વે શરૂ કરશે અને બીજાં વર્ષે તે ઉત્તર ભાગમાં જશે.
- આ સેટેલાઇટ રેફ્રિજરેટરથી વધારે મોટું નથી. તેના ઉપરના હિસ્સામાં કેમેરા લાગેલા છે જે રેડિએશનથી તેને બચાવશે.
- ટ્રાન્ઝિટ પ્રક્રિયાનો ઉપયોગ કરીને ટેસ એક્સોપ્લેનેટની શોધ કરશે.