સોમવારે રાત્રે દુર્લભ અવકાશી ઘટના સર્જાઈ, લગભગ છ દાયકા પછી, ગુરુ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવ્યો
Live TV
-
ગુરુ પૃથ્વીની આટલી નજીક 107 વર્ષ બાદ એટલે કે, વર્ષ 2129માં આવશે.
ગઈકાલે રાત્રે દુર્લભ અવકાશી ઘટના સર્જાઈ. લગભગ છ દાયકા પછી, ગુરુ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવ્યો. સોમવારે સાંજે 5:29 વાગ્યા પછી અને 27 સપ્ટેમ્બરના રોજ સવારે 5:31 વાગ્યા સુધી આકાશમાં દેખાયો. પૃથ્વીથી ગુરુનું અંતર 59 કરોડ કિલોમીટર હતું, જે સામાન્ય રીતે મહત્તમ અંતર 96 કરોડ કિલોમીટર હોય છે. પૃથ્વી 365 દિવસમાં સૂર્યની આસપાસ ફરે છે. ગુરુ 4,333 દિવસમાં સૂર્યની આસપાસ ફરે છે. એટલે કે, પૃથ્વી 12 વર્ષ બરાબર સમય લાગે છે. અગાઉ, ઓક્ટોબર 1963માં ગુરુ ગ્રહ આપણી પૃથ્વીની આટલી નજીક આવ્યો હતો. હવે પછી જ્યારે ગુરુ પૃથ્વીની આટલી નજીક 107 વર્ષ બાદ એટલે કે, વર્ષ 2129માં આવશે.