જુનાગઢ યુનિવર્સિટીએ કરાવી ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્સની પેટર્નની નોંધણી
Live TV
-
AICRP પ્રોજેક્ટ અંતર્ગત ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્સ માટે પેટન્ટની માન્યતા મળી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ હસ્તક ચાલતા AICRP પ્રોજેક્ટ અંતર્ગત ખાસ ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્સનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
આ સંશોધન દ્વારા ટ્રાન્સપોર્ટ સમય દરમિયાન ફળ તેમજ શાકભાજીના પાકને નુકસાન વગર એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. આ બોક્સ પોલી પ્રોપ્લિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. 2017ની સાલમાં આ વિશિષ્ટ સંશોધનને ભારત સરકાર દ્વારા 2 રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિભાગને ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્સ માટે પેટન્ટની માન્યતા મળી છે. કૃષિ યુનિવર્સિટીના AICRP ટીમની આ સિદ્ધિને સૌ વૈજ્ઞાનિકોએ વધાવી હતી.