સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન અવકાશયાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે સફળતાપૂર્વક રવાના
Live TV
-
અમેરિકી એજન્સી નાસાએ શનિવારે એક નવો ઇતિહાસ રચ્યો હતો. સ્પેસ એજન્સીએ પહેલી જ વાર એક ખાનગી કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનમાં પોતાના બે અંતરિક્ષયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના કર્યા હતા. બંને અંતરિક્ષ યાત્રી 19 કલાકમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પહોંચશે. ભારતીય સમય મુજબ શનિવારે રાતે એક વાગ્યાને સુમારે રોકેટે કેનેડી સ્રેસ સેન્ટર સેન્ટર ખાતેથી યાને ઉડાન ભરી હતી. 21 જુલાઇ 2011 પછી પહેલી જ વાર એક માનવ મિશન અંતરિક્ષ તરફ રવાના થયું છે. આ લોન્ચિંગ 27મેના રોજ હાથ ધરાવાનું હતું. પરંતુ તે દિવસે ખરાબ હવામાનને કારણે લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ સ્પેસ મથકે પહોંચીને આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બન્યા હતા.