DRDOએ ભારતીય વાયુસેનાના ફાઇટર જેટને રડારના ખતરાથી બચાવવા અદ્યતન ચાફ ટેકનોલોજી વિકસાવી
Live TV
-
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સને રડારના ખતરાથી બચાવવા માટે અદ્યતન CHAFF ટેકનોલોજી વિકસાવી છે. ચાફ એ એક મહત્વપૂર્ણ સંરક્ષણ તકનીક છે જેનો ઉપયોગ ફાઇટર એરક્રાફ્ટને રડારના ખતરાથી બચાવવા માટે થાય છે. ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા પાયે ઉત્પાદન માટે ઉદ્યોગોને ચાફ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ સફળ પાયલોટ ટ્રાયલ બાદ આ ટેકનોલોજીને સામેલ કરવાનું શરૂ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ મહત્વની ટેકનોલોજીને સ્વદેશી રીતે વિકસાવવા માટે DRDO, ભારતીય વાયુસેના અને ઉદ્યોગની પ્રશંસા કરી છે. તેમણે તેને સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભર ભારત તરફ મહત્વનું પગલું ગણાવ્યું હતું.