ISRO એ GSLV F-14 INSAT-3DSનું શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું
Live TV
-
INSAT 3DS મિશનનો ઉપયોગ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. જેનાથી ભારે હવામાનની આગાહી કરવા માટે ઉપયોગી નીવડશે.
ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે, ગઇકાલે પ્રક્ષેપિત કરેલ INSAT 3DS મિશનનો ઉપયોગ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. ગઇકાલે શ્રીહરિકોટા ખાતે સફળ પ્રક્ષેપણ બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, 2013માં લોન્ચ કરાયેલી INSAT 3Dની ગતિવિધિઓ ધીમી પડી ગઈ હોવાથી તેને બીજીપ્રવૃત્તિ માટે પુનઃપ્રાપ્ત કરવામાં આવશે.
તેઓએ કહ્યું કે ISRO વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ઉકેલો પ્રદાન કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે 'ઈન સ્પેસ'માં સામેલ બિન-સરકારી સંસ્થાઓ માટે ભંડોળમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પૃથ્વીની ઇમેજિંગ હવે 15 કે 25 મિનિટમાં એક વખત કરી શકાશે અને ગાઢ વાતાવરણમાં ભારે હવામાનની આગાહી કરવા માટેઆ કારગત નીવડશે. અધ્યક્ષે કહ્યું કે, ISRO નાસા સાથે નાસાર મિશન માટે કામ કરશે.