ભારતીય વાયુસેનાનો વાયુશક્તિ યુદ્ધ અભ્યાસ 2024 થયો શરૂ
Live TV
-
ભારત અને પાકિસ્તાનની સરહદ પર સ્થિત વીર ભૂમિ રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે ભારતીય વાયુસેનાની વાયુશક્તિ યુદ્ધ અભ્યાસ 2024 રાષ્ટ્રગીત સાથે શરૂ થયો. આ યુદ્ધઅભ્યાસમાં રાફેલ અને તેજસ સહિત ઘણા યુદ્ધ વિમાનો, હેલિકોપ્ટર, પરિવહન વિમાનો અને UAVs ભાગ લઈ રહ્યા છે.
આ યુદ્ધ અભ્યાસમાં એર ટુ એર મિકા મિસાઈલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુદ્ધ અભ્યાસ વાયુશક્તિ 2024 ના મુખ્ય અતિથિ CDS જનરલ અનિલ ચૌહાણ છે. આ કાર્યક્રમમાં વાયુસેનાના વડા વી.આર. ચૌધરી અને નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમાર સહિત ઘણા અધિકારીઓ અને મિત્ર દેશોના સંરક્ષણ એટેચી હાજર છે. ભારતીય વાયુસેનાની આ સૌથી મોટી કવાયત છે, જે ત્રણ વર્ષમાં એકવાર થાય છે.