અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં સુપર-6માં પહોંચ્યું ભારત
Live TV
-
ભારતે UNDER-19 ક્રિકેટ વિશ્વકપના સુપર-6માં જગ્યા બનાવી લીધી છે. ગ્રૂપની છેલ્લી મેચમાં ભારતે અમેરિકાને 201 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ગ્રૂપસ્તરની તમામ મેચો જીતીને ટોચ પર રહી. અમેરિકા સામે ટૉસ હારીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 326 રન બનાવ્યા.
ભારત દ્વારા અપાયેલા વિશાળ લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી અમેરિકાની ટીમ માત્ર 126 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગઈ હતી. સુપર-6માં ભારતની આગામી મેચ મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે રમાશે.