ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય પેટ્રા સોર્લિંગ ગુજરાતની મુલાકાતે
Live TV
-
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય પેટ્રા સોર્લિંગ ગુજરાતની મુલાકાતે
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય પેટ્રા સોર્લિંગ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતનો ઉદ્દેશ ગુજરાતમાં ટેબલ ટેનિસ, ફૂટબોલ અને લોન ટેનિસ જેવી રમતો લોકપ્રિય બને તેનો હતો. હાલ ગુજરાતમાં ટેબલ ટેનિસની રમત પ્રત્યે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ એક શોખની રમત તરીકે મહત્વ આપી રહ્યા છે. પેટ્રા સોર્લિગે કપડવંજ કેળવણી મંડળ ખાતે ચાલતી વિવિધ રમત ગમતની તાલીમ, કૌશલ્ય વિકાસ ,કલા અને સંસ્કૃતિ વગેરે પ્રવૃત્તિઓની પણ તેમણે માહિતી મેળવી હતી અને યુવા વિદ્યાર્થીઓમાં ટેબલ ટેનિસ જેવી વિવિધ રમતોનુ વિસ્તરણ થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.